આખી રાત નવનીત ઊંઘી જ ન શક્યો. એ પોતાની જાતને છેલ્લી તક સાથે ફરીથી મુખ્ય પરિક્ષા આપવા માટે સજ્જ થયો છે પણ સરપ્રાઈઝ ટેસ્ટ માં તેની જે હાલત થઈ એ ખરેખર નવનીત માટે કસોટી સમાન હતું.બીજા દિવસે જુના સમયે જ મહેચ્છા અને નવનીત દિનકર દાસગુપ્તાની પાસે પહોંચી જાય છે.દિનકર દાસગુપ્તા ભગવાન શ્રી ગણેશ નું નામ લઈને પછી અભ્યાસ શરૂ કરે છે.પહેલા તો ઈતિહાસ વિષયના મુખ્ય પરિક્ષા માટેનો અભ્યાસક્રમ સમજાવે છે.પછી ભારતીય ઈતિહાસમાં આર્ય સંસ્કૃતિ થી શરૂ કરે છે. મહેચ્છા જાણે દિનકર દાસગુપ્તા ની વાત સમજી રહી હતી એમ તેમની સાથે જ પુરક મુદ્દાઓ સમજાવે છે.પણ નવનીત તો ચુપચાપ બધા મુદ્દાઓ