પંચાયત - ભાગ 2

  • 182
  • 98

આર્યનના હાથમાં પેલું રહસ્યમય કાળું રજિસ્ટર હતું, પણ ગામમાં પરિસ્થિતિ પલટાઈ ચૂકી હતી. સોશિયલ મીડિયા પર તેના પિતા વિરુદ્ધ ફેલાયેલા જૂઠા સમાચારે આખા પથકમાં ખળભળાટ મચાવી દીધો હતો. સરપંચ મનજીભાઈએ હવે સીધી લાઠીને બદલે 'ડિજિટલ મોકિંગ'નો સહારો લીધો હતો. ગામના વોટ્સએપ ગ્રુપમાં એવા એડિટ કરેલા ફોટા અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા, જેમાં આર્યનના પિતા પંચાયતના જૂના ભંડોળના કાગળો સળગાવતા કે છુપાવતા દેખાતા હતા. આ ફેક ન્યૂઝની ચોકસાઈ એટલી ભયાનક હતી કે ભલભલા છેતરાઈ જાય.આર્યન સમજી ગયો કે આ લડાઈ હવે માત્ર રસ્તા કે ગટરના ભ્રષ્ટાચારની નથી, પણ તેના પરિવારના અસ્તિત્વ અને સન્માનની છે. તેણે જોયું કે ગામમાં ડિજિટલ ઇન્ડિયાના