મીરાએ આગળ કહ્યું, હું ડેમો બનાવીને ઓફિસેથી નીકળી, મને એક પણ રિક્ષા ન મળી અને.......અને મિ.અથર્વ તને મળ્યા અને તને ઘરે ડ્રોપ કરી. ઝોયા પાછી વચમાં બોલી. મીરા હવે પૂરી રીતે કંટાળી ગઈ અને તેણે કહ્યું, જવા દે મારે તને કંઈ નથી કહેવું તું જાણેજ છે ને બધું, નથી કંઈ કેહવુ તને મારે. સોરી સોરી મીરા બસ સોરી, હવે હું મારું મોઢું નઈ ખોલું બસ પ્રોમિસ... તું મને બધું કહે. ઝોયાએ આજીજી કરતા કહ્યું. સારું તો તારું મોઢું ખોલતી જ નહિ વચમાં...મીરાએ આગળ કહ્યું, હા તો મને રિક્ષા મળી જ નહીં અને હું