રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 5

(26)
  • 418
  • 166

પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૫ વસુંધરા ઉત્સુક હતી દીપશિખાના મનની વાત જાણવા માટે. ઘરમાં આવ્યા બાદ એ બંનેને એકાંત મળ્યો હતો. વસુંધરાએ વધારે મોડું કર્યા વિના તુરંત જ પૂછ્યું, "દીપશિખા, તું હવે મને જણાવીશ કે તારા મનમાં શું ચાલી રહ્યું છે?" "કહું છું... એટલી બધી ઉતાવળ શું કામ કરે છે?" સખીની ઉત્સુકતા જોતા એ સૌમ્યતાથી બોલી. "ઉતાવળ તો થાય જ ને! આજે મંદિરમાં જે દ્રશ્ય મેં જોયું, એ પછી તો મને નહીં, એ દ્રશ્ય જોનારા કોઈ પણ વ્યક્તિને ઉતાવળ થાય. એ તો સ્વાભાવિક છે. પરંતુ મને ઉત્કંઠા એ વાત જાણવાની છે કે તારા મનમાં શું છે?" હસીને એ કહેવા લાગી, "અરે!