ભૂલ છે કે નહીં ? - ભાગ 107

(99)
  • 824
  • 460

મને ભાણીની વાત સાંભળીને જાણે આધાત લાગ્યો. કે બેનથી ભાણીના વાળની ગૂંચ પણ ન નીકળે કે એને માર્યા કરે. મારા મનમાં હજારો વિચારો આવી ગયા કે લગભગ ત્રણ થી સાડા ત્રણ વરસ ભાણી આપણા ઘરે રહી. મમ્મી જ એનું માથું ઓળતા, કોઈક જ વાર મારા ભાગે આવતું પણ કોઈ દિવસ આમ ગૂંચ ન નીકળી હોય કે એના કારણે એને ખીજવાયા હોય એવું પણ મને યાદ નથી. આ બાજુ બેનનું બોલવાનું તો ચાલુ જ હતું કે આને કોઈ પાર્લર વાળી ને ત્યાં લઈ જાવ અને વાળ કપાવી આવો. મેં કહ્યું કે જરા શાંતિ રાખો. વાળ કપાવવાની કોઈ જરૂર નથી. હું કરું