ભૂલ છે કે નહીં ? - ભાગ 108

(152)
  • 888
  • 434

મને કોલેજમાં નોકરી શરૂ કરવા કહ્યું પણ મારે ઘણું બધું ગોઠવવું પડે એમ હતું. મેં એમની પાસે સાત દિવસનો સમય માગ્યો. પહેલું તો મારે દિકરા માટે ઘરેથી આવવા જવાનું ગોઠવવું પડે એમ હતું. કેમ કે કોલેજનો સમય વહેલો હતો. અને એટલો વહેલો હું દિકરાને લઈને નીકળી ન શકું અને જો કદાચ લઈ ને નીકળું તો પણ એને એની શાળાએ કેવી રીતે મૂકું ? પહેલા તો હું જે શાળામાં નોકરી કરતી હતી એમણે મને એ મંજૂરી આપી હતી કે હું મારા સમયે દિકરાને મૂકીને પહોંચતી હતી. વળી, સવારનું ટયુશન, સાંજનું ટ્યુશન અને હું જ્યાં નોકરી કરું એ શાળામાં હું દસમા ધોરણના