કરુણા - 1

કરુણાલેખક : રવીન્દ્રનાથ ટાગોરઅનુવાદ : રૂષિલ ડોડીયાભૂમિકાગામમાં અનુપકુમાર જેવું ધનવાન બીજું કોઈ નહોતું. અતિથિશાળા બંધાવવી, દેવાલયની પ્રતિષ્ઠા કરવી, તળાવ ખોદાવવા જેવા અનેક સત્કર્મોમાં તેઓ ધન ખર્ચતા હતા. તેમની પાસે તિજોરી ભરેલા નાણાં હતાં, દેશવિખ્યાત યશ હતો અને રૂપવતી કન્યા હતી. આખું યૌવન ધન કમાવવામાં વિતાવીને અનુપ હવે વૃદ્ધાવસ્થામાં વિશ્રામ કરી રહ્યા હતા. હવે તેમને માત્ર એક જ ચિંતા હતી કે કન્યાના વિવાહ ક્યાં કરવા. યોગ્ય વર મળતો નહોતો અને વૃદ્ધાવસ્થાના એકમાત્ર આશરા જેવી દીકરીને પારકા ઘરે મોકલવાની ઈચ્છા નહોતી—તેથી જ 'આજ-કાલ' કરતા તેમની દીકરીના લગ્ન થતા નહોતા.સખીના અભાવે કરુણાને સહેજ પણ કષ્ટ થતું નહોતું. તે એટલી કલ્પનાશીલ હતી કે કલ્પનાના