ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ એક ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજનો પ્રકાશ માંડ પહોંચતો. એ ગલી પૂરી થતી લોખંડના એક પ્રચંડ, કાટ ખાઈ