ઓટલો

ગુજરાતની દક્ષિણે આવેલું દરિયા કિનારાનું ગામ જ્યાં દેવના દેવ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા બીરાજે છે. વેરાવળ અને સોમનાથ વચ્ચે માંડ સાત કિલોમીટરનું અંતર હશે.આ ગામે હવે જમાનાની હવા ફરવાને લીધે નાના ગામમાંથી શહેરનું ઉપનામ ધારણ કર્યું છે. વેરાવળ હવે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક તરીકે વિકાસ પામી રહ્યું છે. આ ગામની મુખ્ય વસ્તી ખારવા,કોળી અને મુસ્લિમ સમાજની પરંતુ બ્રાહ્મણ,લોહાણા,પટેલ અને અન્ય સમાજ તો ખરો જ. વેરાવળે આધુનિકતા ધારણ કર્યા પછી પોતાનો વિસ્તાર વધાર્યો અને એમાં નવી નવી ઘણી સોસાયટીઓને સ્થાન મળ્યું. એમાંની એક સોસાયટી વિશેની વાત કરુ.આ સોસાયટીમાં હજુ શહેરીકરણ નો પૂરો ભાવ નથી આવ્યો. દરેક ઘરની બહાર એક ઓટલા