સરકારી પ્રેમ - ભાગ 35

  • 254
  • 78

"એ શું હોય?" રિતેશને આશ્ચર્ય થયું."આઈ.એ.એસ બનવું એ પહેલો પ્લાન છે. જો આઈ.એ.એસ ન બની શક્યો તો પ્લાન બી. એટલે કે હું શું કરીશ?" નવનીત કહે છે."એ શું ખોટું કહે છે? " રિતેશ સમજાવે છે."તને મહેચ્છા જેવી યુવતી નહીં મળે મિત્ર." રિતેશ ઉમેરે છે."હા પણ એને માટે મારે પોતાની જાતિ‌ માટે સાંભળવું ન પોસાય. એક વખત આઈ.એ.એસ બની જાઉં પછી બતાવીશ." નવનીત કહે છે."હા તારા કર્મ ને બોલવા દે. " રિતેશ સમજાવે છે. પછી બન્ને ફોન મુકી દે છે.આ તરફ રાત્રે મહેચ્છા પણ નવનીત ના વિચિત્ર વર્તન થી દુ:ખી હતી. એ સમજી શકતી ન હતી કે શું તકલીફ પડી હશે?