ગઈકાલના એ અજીબ પવનના અનુભવ પછી પણ મારું મન માનવા તૈયાર નહોતું. બીજા દિવસે સવારે હું જેવી ઓફિસ આવી, એટલે દાદાએ મને જોઈને જ કહી દીધું, "દીકરા, હવે તો તારી જીદ છોડ. આ મહેલ સાંજ પછી આપણો નથી રહેતો, તું મોડે સુધી ન બેસ." પણ ફાઈલોનો ઢગલો જોઈને મેં ફરી મારી એ જ જૂની જીદ આગળ ધરી દીધી, "દાદા, કામ પૂરું કર્યા વગર મારાથી નહીં જવાય." મારી આ જીદ આગળ દાદાએ આખરે નમતું જોખ્યું. એમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ. એમણે મારી સામે જોયું અને બોલ્યા, "તું એમ નહીં માને... ચાલ, આજે તને એક સાચો કિસ્સો કહું, જે આ