અંતે તું જ

(97)
  • 1.2k
  • 424

સવારનો સોનેરી તડકો ગામની ભોપા ની ચાની કીટલી પર રેલાઈ રહ્યો હતો. કીટલી પરથી ઉડતી ચાની વરાળ વચ્ચે મનન પોતાની આંગળીઓમાં કાચનો ગ્લાસ રમાડતો હવામાં કિલ્લા ચણી રહ્યો હતો. આંખોમાં બોલિવૂડના હીરો જેવા સપના અને ખિસ્સામાં માત્ર ચાલીસ રૂપિયા!"અલ્યા ભુરા, તું લખી રાખજે..." મનને ચાની ચુસ્કી મારીને હવામાં નજર ફેરવી, "મારો પ્રેમ કોઈ સામાન્ય નહિ હોય. કલરફુલ હશે, મ્યુઝિકલ હશે!"સામે બેઠેલો એનો બાળપણનો લંગોટિયો દોસ્ત ભુરો ખડખડાટ હસી પડ્યો. એણે મનનની પીઠ પર ધબ્બો માર્યો, "અલ્યા મનનિયા! ભગવાન દર યુગમાં નવો અવતાર લે છે કે નહિ એ ખબર નથી, પણ તારો પ્રેમ દર મહિને નવો અવતાર લે છે! ગયા મહિને