જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારનો કુણો તડકો અને હવામાં એક અનોખી ઠંડક હતી. લીલી પરિક્રમાના આ માહોલમાં ગિરનારનો પહાડ જાણે કોઈ રહસ્ય છુપાવીને બેઠો હોય તેમ ભવ્ય લાગતો હતો. જ્યારે આખી કોલેજ ટૂર જૂનાગઢ સ્ટેશને ઉતરી હતી. આખી ગેંગ ધમાલ-મસ્તી કરતી પર્વતારોહણ (Trekking) કરી રહી હતી. આ ભીડમાં બે એવા ચહેરા હતા જે એકબીજાથી સાવ અલગ હતા—નૈત્રી અને વિહાન.નૈત્રી એટલે કોલેજની સૌથી સુંદર, હસમુખી અને ચંચળ છોકરી. જ્યારે વિહાન એક શાંત, ગંભીર અને એકતરફી પ્રેમમાં પાગલ છોકરો. વિહાન લાંબા સમયથી નૈત્રીને પ્રેમ કરતો હતો, પણ નૈત્રીએ હંમેશા તેના પ્રેમને સામાન્ય મિત્રતા કહીને અવગણ્યો હતો.કોલેજની બસમાંથી જેવી નૈત્રી ઉતરી, પવનની એક