કરુણા - 9-10

  • 206
  • 58

આઠમો પરિચ્છેદ​નરેન્દ્રમાં ઘણા દોષ આવી ગયા છે એ વાત સાચી, પણ કરુણાને એ બધી વાતો કહે કોણ, તું જ કહે ને! એ બિચારી કેવા અખંડ વિશ્વાસ સાથે સપના જોઈ રહી છે, તેના એ સપનાને તોડવાની જરૂર પણ શું છે? વળી તે આટલું બધું ઊંડું સમજતી પણ નથી અને આવી વાતો પર કાન પણ ધરતી નથી. પરંતુ રાત-દિવસ સાંભળતા સાંભળતા બે-ચાર વાતો મનમાં વસી જ જાય ને! કરુણાનો એવો પ્રફુલ્લિત ચહેરો પણ ક્યારેક ક્યારેક કરમાઈ જાય છે—તેમ ન થાય તો જ નવાઈ! પણ નરેન્દ્ર સામે આવતાં જ તે બધી વાતો ભૂલી જાય છે, પૂછવાનું મનમાં જ નથી રહેતું, એવો સમય જ