બારમો પરિચ્છેદસ્વરૂપબાબુ કહે છે કે આ દુનિયા તેમને સતત હેરાન કરતી આવી છે, એટલા માટે તેઓ મનુષ્યોને પિશાચ સમાન ગણે છે. પરંતુ અમે જેટલું જાણીએ છીએ તે મુજબ તો તેઓ પોતે જ દેશના લોકોને હેરાન કરતા આવ્યા છે. તેઓ જેમના પણ સંપર્કમાં આવ્યા છે, તેમને અંતે એવી મુશ્કેલીમાં મૂકી દીધા છે કે શું કહું!સ્વરૂપબાબુ હંમેશાં એવી કવિતાઓની ચિંતામાં મગ્ન રહે છે કે ઘણી બૂમો પાડવા છતાં પણ તેમનો જવાબ મળતો નથી અને તેઓ અચાનક 'હેં!' કહીને ચમકી ઊઠે છે. કદાચ ઘણી વાર તેઓ કોઈ તળાવના પાકા ઓટલા (ઘાટ) પર બેસીને આકાશ તરફ જોઈ રહ્યા હોય, અને તેમની આગળ, પાછળ કે