વિરાજ પેલેસ - પ્રકરણ 4

(16)
  • 762
  • 284

હવે મારો રસ આ રહસ્યમય મહેલમાં વધુ ને વધુ જાગવા લાગ્યો હતો.​મને બરોબર યાદ છે, જ્યારે હું આઠ-નવ વર્ષની નાની બાળકી હતી, ત્યારે અમારા વતનના ગામડામાં અમે બધા એક મોટા સંયુક્ત પરિવારમાં રહેતા. દાદા-દાદી, ચાર કાકા-કાકી, એમના બાળકો અને મોટા બાપુજી... આખો મેળો જામતો. રાતે જમવાનું પૂરું થાય એટલે ઘરના મોટા ફળિયામાં ઘટાદાર આંબા નીચે લાઈનસર ખાટલા ઢળાઈ જતા. પીળા લેમ્પના આછા, ધ્રુજતા અજવાળામાં મોટેરાઓ પોતાની આગવી શૈલીમાં વાતો માંડતા—ચૂડેલ, ભૂત-પ્રેત, ગામનું એ ભેદી ભુતિયા મકાન અને નદી કાંઠાના પ્રેતની વાર્તાઓ! એ બધી અવનવી વાતો સાંભળવામાં મારો જીવ અધ્ધર થઈ જતો, ડર પણ બહુ લાગતો. પણ એ વખતે મારા પિતાએ