કરુણા - 15-16

  • 298
  • 100

ચૌદમો પરિચ્છેદ​કેટલાય દિવસોથી નાના બાળકને તબિયત બગડી હતી. તેમ ન થાય તો જ નવાઈ! કોઈ પણ વાતનો કંઈ નિયમ જ ક્યાં હતો? કરુણાએ ડોક્ટરને તેડાવ્યા; ડોક્ટરે આવીને કહ્યું કે બીમારી ગંભીર છે. કરુણા તો દિવસ-રાત બાળકને ખોળામાં લઈને જ બેસી રહી. બીમારી વધવા લાગી અને કરુણા રડી-રડીને બેહાલ થઈ ગઈ. ગામના દેશી ડોક્ટર કપાલીચરણબાબુ બીમારીની સારવાર કરી રહ્યા હતા, જ્યારે તેમને ફી (પૈસા) આપવાનો સમય આવ્યો ત્યારે તેઓ બોલ્યા, "રહેવા દો, રહેવા દો, બીમારી પહેલાં મટવા દો." પંડિતજી એમ સમજ્યા કે નરેન્દ્રના ઘરની આવી દુર્દશા વિશે સાંભળીને દયાળુ ડોક્ટર ફી લેવા તૈયાર નથી. તેઓ દિવસમાં બે વાર તેમને તેડાવી લાવતા