સોળમો પરિચ્છેદનરેન્દ્રએ કહ્યું, "ભાગ્યહીન (અભાગી), બહાર નીકળી જા ઘરમાંથી!"કરુણા કંઈ જ બોલી નહીં."અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલી જા."કરુણા નરેન્દ્રના મોઢા સામે એકીટશે જોઈ રહી. નરેન્દ્ર ભારે ગુસ્સે થયો, તે આગળ વધ્યો અને નિર્દયતાથી કરુણાનો હાથ પકડી લીધો. કરુણા બોલી, "હું ક્યાં જાઉં?"નરેન્દ્ર કરુણાના વાળ પકડીને તેને ક્રૂરતાપૂર્વક મારવા લાગ્યો; બોલ્યો, "અત્યારે જ અહીંથી દફા થઈ જા."ભવી દોડતી આવી અને બોલી, "તે ક્યાં વળી ચાલી જાય?" અને તેણે નરેન્દ્રને યાદ અપાવ્યું કે આ ઘર નરેન્દ્રના બાપનું નથી (તે કરુણાના પિતા અનુપબાબુનું ઘર છે).નરેન્દ્રએ તેને રાડ પાડીને ઊંચા અવાજે કહ્યું, "તું વચમાં શું કરવા આવી?"ભવીએ વચ્ચે પડીને કરુણાને છોડાવી લીધી અને