રાત્રિના ઘેરા અંધકારમાં 'નીલવન'નું જંગલ બિહામણું લાગતું હતું. વાદળોની પાછળ છુપાયેલા ચંદ્રનો આછો પ્રકાશ જ્યારે જમીન પર પડતો, ત્યારે ભેજવાળી માટીમાંથી એક અજીબ ગંધ આવતી. તમરાંનો અવાજ કાટોડી ઝાડીઓમાં ગુંજી રહ્યો હતો.બીટ ઓફિસર વિક્રમ હાથમાં ટોર્ચ લઈ ધબકતા હૈયે આગળ વધી રહ્યા હતા. અચાનક, તેમની નજર જમીન પર પડી. કાદવવાળી માટી પર મિલિટ્રી બૂટની તાજી છાપ હતી, પણ એ છાપ સામાન્ય નહોતી... એ પગલાં કોઈ ભારે વજનદાર વસ્તુ ઢસડીને લઈ જવાયા હોય તેવાં હતાં.વિક્રમ સ્વગત બગડ્યા, "આ સામાન્ય ગામલોકોના પગલાં નથી... આ જંગલ કંઈક છુપાવી રહ્યું છે."વિક્રમે તરત જ તેના સિનિયર ફોરેસ્ટ ઓફિસર રાણા સાહેબની કેબિનનો દરવાજો ખખડાવ્યો.ટેબલ પર જંગલનો