બે કોડીની એમ્પ્લોય, તે મારી પર હાથ ઉઠાવ્યો. તારી એટલી હિંમત. અવિનાશ મીરાના તમાચાથી ઉશ્કેરાઈ ગયો તેણે મીરાના બેય હાથ પકડીને ડેસ્ક પર સુવરાવી દીધી અને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. મીરા છૂટવાના પ્રયાસો કરી રહી હતી. અહી અથર્વ અવિનાશની કેબિન સુધી આવી ગયો હતો ત્યાજ અવિનાશના આસિસ્ટન્ટએ અથર્વને રોક્યો. બૉસની મિટિંગ શરૂ છે, તમે અત્યારે અંદર નહિ જઈ શક્શો. અથર્વએ અવિનાશના આસિસ્ટન્ટને જોરથી મોઢા પર મુક્કો માર્યો અને પેલો નીચે પડી ગયો. અથર્વએ જોરથી કેબિનના દરવાજા પર લાત મારી અંદરનું દૃશ્ય જોઈને અથર્વના ગુસ્સાનો આપો ન રહ્યો. અથર્વને જોઈને અવિનાશ મીરાથી દૂર ખસ્યો...અથર્વને જોઈને મીરાના જીવમાં જીવ આવ્યો.