વિક્રમએ રોયને પૂછ્યું અથર્વ વિશે કે તેણે અથર્વને કોઈ છોકરી સાથે જોયો છે પણ રોયએ ના કહી. વિક્રમ આગળ બોલ્યો, પણ મેં આજ તેને એક છોકરી સાથે જોયો...મસ્ત હસી મજાક સાથે બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, મે કહ્યું હતું ને તીર નહિ તો ખંજર પણ હું શોધીને રહીશ, અથર્વના દિલના કટકા કરવા માટે. વિક્રમ અભિમાની અને શાતીર હાસ્ય સાથે બોલ્યો. બોસ એક વાત કહું, પણ મને ખીજાતા નહીં. ગભરાઈને રોયએ સવાલ પૂછ્યો. હંમમમ બોલ. બોસ પાક્કું અથર્વ જ હતો? કોઈ બીજું પણ હોઈ શકે. રોય એકદમ ડર સાથે બોલ્યો. રોય મને