તું ક્યાં જઈ રહી છો? અથર્વએ પૂછ્યું. હું અનાથ આશ્રમ જઈ રહી હતી. મીરાએ કહ્યું. ચાલ હું તને ડ્રોપ કરી દવ છું અનાથ આશ્રમએ. અથર્વએ કહ્યું. પણ તમે કંઇક કામ માટે જઈ રહ્યા હતા. મીરાએ કહ્યું. અથર્વએ કહ્યું, તે કામ એટલું બધું જરૂરી નથી, હું પછી જઈ આવીશ. ચાલો તમને ડ્રોપ કરી દઉં મેડમ. મીરાએ ખભા ઊંચા કર્યા કહ્યું, ઓકે...અને તે કારમાં આગળ જઈ બેસી ગઈ. અથર્વએ સમાન પાછળની સીટમાં મૂક્યો અને કારમાં આવી બેસ્યો. કાર સ્ટાર્ટ કરી અને મીરાને આશ્રમનો રસ્તા વિશે પૂછ્યું. મીરાએ રસ્તો બતાવ્યો અને અથર્વએ કાર તે રસ્તે ચલાવી મૂકી.