કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 4

(41)
  • 470
  • 230

ભાગ ૪: એક ટકરાવ, આધ્યા અને અદ્રશ્ય ખેલ સવારનો કૂણો તડકો સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના વિશાળ કેમ્પસ પર પથરાઈ ચૂક્યો હતો. હોસ્ટેલના રૂમ નંબર 404 માં કેતન અને જિગ્નેશ હજુ ઘોર નિંદ્રામાં હતા, પણ આરવની સવાર તો ક્યારનીય પડી ચૂકી હતી. આર્મીની ટ્રેનિંગ મુજબ વહેલા ઊઠીને, વોર્મ-અપ એક્સરસાઇઝ કર્યા પછી એ હવે લેક્ચર માટે તૈયાર હતો. આજે એનો સેકંડ યર MBBS સ્ટુડન્ટ તરીકે પહેલો દિવસ હતો. કોલેજની મુખ્ય ઇમારતની લોબીમાં વિદ્યાર્થીઓની ભારે ચહલપહલ હતી. સફેદ એપ્રોન પહેરેલા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસ તરફ ઉતાવળે જઈ રહ્યા હતા. આરવની નજર સામાન્ય વિદ્યાર્થીની જેમ આમ-તેમ નહોતી ભટકતી. એની તેજ નજરો કોલેજના સીસીટીવી (CCTV) કેમેરાના