ભાગ ૧૧: આરવનો ભૂતકાળ રૂમ નંબર 404 ની છત પર જૂનો પંખો કચૂડ-કચૂડ અવાજ કરતો ફરી રહ્યો હતો. બારીની બહાર બપોરનો આકરો તડકો હતો, પણ આરવના શરીર પર ઓઢાડેલી બે જાડી બ્લેન્કેટ હોવા છતાં એ થરથર કાંપી રહ્યો હતો. પાર્ટીની એ ભયાનક રાત પછીના સતત માનસિક તણાવ, ઊંઘનો અભાવ અને સતત હાઈ-એલર્ટ રહેવાને કારણે આરવના મજબૂત શરીર પર અંતે થાક અને તાવ હાવી થઈ ગયા હતા. "અલા ભાઈ જીગા, આ આરવનું શરીર તો ભઠ્ઠીની જેમ તપે છે!" કેતને આરવના કપાળ પર પોતાનો જાડો હાથ મૂકતા ચિંતાથી કહ્યું. પછી તરત જ એણે પોતાના પલંગ નીચેથી ઇન્ડક્શન સ્ટવ ખેંચી કાઢ્યો. "ઊભો રે,