ભાગ ૧૪: કોફી શોપમાં પહેલી ડેટ સાડા ત્રણ વાગ્યા હતા. ફાર્માકોલોજી લેબમાં બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. ડૉ. શશાંક વ્યાસ લેબના મુખ્ય ટેબલ પાસે હાથ પાછળ બાંધીને ઊભા હતા. એમની નજર સતત લેબના દરવાજા અને આધ્યા પર ફરી રહી હતી. આધ્યા પોતાની જગ્યા પર ઊભી હતી. એના ટેબલ પર એક બર્નર અને બે કાચના બીકર હતા. "આજે આપણે એક સિમ્પલ હીટ-રિએક્શન જોઈશું," ડૉ. વ્યાસે ધીમા અને ક્રૂર અવાજે ક્લાસને સંબોધતા કહ્યું. "દરેક વિદ્યાર્થી પોતાના બીકરમાં રહેલા કેમિકલને ધીમા તાપે ગરમ કરશે." આધ્યાએ પોતાના બીકર તરફ જોયું. એમાં એક આછા પીળા રંગનું પ્રવાહી હતું. એણે બર્નરની સ્વિચ ચાલુ