ભાગ ૩૧: સાડીમાં સજ્જ આધ્યા કેમ્પસના એ અર્ધ-અંધારા ખૂણામાં, જૂના વડલાના ઝાડ નીચે ઊભેલો આરવ એકીટસે આધ્યાને આવતી જોઈ રહ્યો હતો. એક એવો માણસ જેણે ગોળીઓના અવાજ અને બર્ફીલી સરહદો વચ્ચે જિંદગી વિતાવી હતી, જેણે ભલભલા આતંકવાદીઓની આંખોમાં આંખો નાખીને એમને ડરાવ્યા હતા... એ શહીદ મેજર રઘુવીરસિંહનો ખડતલ દીકરો આજે આ ઘેરા લાલ રંગની સાડીમાં સજ્જ આધ્યાને જોઈને ખરેખર અંજાઈ ગયો હતો. આરવની ટ્રેઈન્ડ નજરો, જે હંમેશા આસપાસના ખતરાઓ અને દુશ્મનના હથિયારો શોધવા માટે ટેવાયેલી હતી, એ આજે આધ્યાના ચહેરા પરના નૂર, એના કપાળના કાળા ચાંદલા અને પવનમાં ઊડતા એના ખુલ્લા રેશમી વાળમાં અટવાઈ ગઈ હતી. આધ્યા ધીમા પગલે આરવની