ભાગ ૩૪: આરવનું રોદ્ર સ્વરૂપ બોય્ઝ હોસ્ટેલની લોબીમાં મચેલા હાહાકાર વચ્ચે આરવ કોઈ મશીનની જેમ કામ કરી રહ્યો હતો. આધ્યાએ ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું, જ્યારે આરવ અત્યંત કુશળતાથી વિદ્યાર્થીઓને સીપીઆર (CPR) આપીને એમના શ્વાસ પાછા લાવી રહ્યો હતો. થોડી જ મિનિટોમાં જે વિદ્યાર્થીઓ મોતની નજીક હતા, એમના શરીરમાં હલનચલન દેખાયું. આધ્યા અને આરવની આ ટીમવર્ક જોઈને આખી કોલેજ સ્તબ્ધ હતી. પણ આરવનું મન અહીં નહોતું. એનું મન એ ટ્રકો પર હતું જે કોલેજના પાછલા ગેટથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નીકળવાની હતી. આરવે પોતાની સ્માર્ટવોચ પર જોયું. ફેલ્કનનો મેસેજ હતો: "ટ્રક હજુ ગેટ પર જ છે, કેપ્ટન. ડ્રાઈવર દસ્તાવેજ ચેક