દિલ્હી એરપોર્ટનું પ્રીમિયમ લાઉન્જ. ચારેય બાજુ હાઈ-ફાઈ લોકો, સોફ્ટ જાઝ મ્યુઝિક અને એકદમ ચિલ્ડ (શાંત અને ઠંડુ) હતું, પણ બે અલગ-અલગ ટેબલ પર વાતાવરણ એકદમ ગરમ હતું.એક ટેબલ પર અર્શ બેઠો હતો. ગળામાં મોંઘો કેમેરા, આંખો પર બ્લેક ગોગલ્સ અને ચહેરા પર 'ડોન્ટ કેર' વાળો અંદાજ. તે ફોન પર સ્પીકર ઓન કરીને આખા લાઉન્જને સંભળાય તેમ બોલી રહ્યો હતો:"અરે ભાઈ, લાસ્ટ મોમેન્ટ પર ગર્લફ્રેન્ડ ના પાડે તો સમજાય, આ આખું ગ્રુપ કેન્સલ કરે? ઓફિસનું બહાનું ના આપો શિવાંગ! સાંભળો, તમે લોકો ઘરે બેસીને ટીવી પર હિમાચલ જુઓ, આ અર્શ તો સોલો જશે. પહાડો મને બોલાવી રહ્યા છે અને હું ધોકો