રામ તારી રમતડી - પ્યાદાંની ગોઠવણી - ભાગ 1

  • 326
  • 116

 પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૧  વિચારશીલ મુદ્રામાં રંભક બેઠો હતો. યુવાનીના લયમાં આવેલો, સુડોળ કાયાવાળો અને તેજવંત આંખો ધરાવતો. ધનિક હોવા છતાં પોતે સરળ અને નિષ્કલંક સ્વભાવનો હતો. તેનું ધ્યાન સામે પડેલી શતરંજ પર હતું. ક્યા પ્યાદાને કઈ બાજુ ચલાવવું એનો તે વિચાર કરી રહ્યો હતો. તેની સામે સુતન બેઠેલો હતો, જેણે પોતાની ચાલ ચાલી લીધી હતી. સુતન મૂછમાં હરખાઈ રહ્યો હતો. પોતાની ચાલ ચાલીને તેણે રંભકને વિચારતો કરી દીધો હતો. સુતન, એ કંડેશ્વરના પંચકૂળ સોમચંદ્રનો પુત્ર હતો. એટલે પોતે શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખેલો હતો. તે એક યુવાન, ખડતલ અને વિરલ પુરુષ હતો. કણસાયેલું તેનું શરીર અને શ્વેત વાન, કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લે