અસવાર - ભાગ 9

  • 342
  • 156

ભાગ ૯: અડગ મનનો મુસાફરસમય: સપ્ટેમ્બર, ૨૦૦૦ (રેસના ૧૦ દિવસ પહેલા)સ્થળ: સાણથલી ગામનું નદીનું કોતરરેસ આડે હવે માત્ર ૧૦ દિવસ બાકી હતા. સાણથલી ગામ તો ઘોર નિદ્રામાં હતું, પણ દેવાયતની ડેલીમાં પરોઢિયે ૩ વાગ્યે જ ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.જમનાબા જાગી ગયા હતા. ચૂલા પર દેવાયત અને ટીના માટે ગરમાગરમ ‘રાબ’ (બાજરાના લોટ અને ગોળનું પીણું) તૈયાર થતી હતી. ટીનો હજી ઓસરીના ખૂણામાં આંખો ચોળતો હતો.“ઉઠ મારા હાવજ!” જમનાબાએ ટીનાના માથે હાથ ફેરવ્યો. “જો તારા ગુરુ ક્યારનાય તૈયાર થઈને વ્હીલચેરમાં બેઠા છે.”ટીનાને આ સ્પર્શમાં પોતાની મરેલી મા યાદ આવી ગઈ. અનાથ ટીનાને વર્ષો પછી કોઈએ ‘બેટા’ કહીને જગાડ્યો હતો.નદીના સૂકા