અધૂરું માતૃત્વ - ભાગ 3

  • 356
  • 126

હું સંતાઈને સાંભળતી હતી. 'જીજાજીનો ફોન?. અત્યારે કેમ આવ્યો હશે?  ચોક્કસ કંઈક થયું હશે...! ના... ના.. એ લોકોને ખબર પડી હશે કે કાવ્યા મને મળવા આવી છે એટલે કદાચ જાણીજોઈને ફોન કર્યો હશે?' હું મારી જાત સાથે જાણે એક દ્વન્દ યુદ્ધ લડી રહી હતી! અંદર થી કાવ્યાનો ધીમો પણ એકદમ તૂટી ગયેલો અવાજ સંભળાયો..., " તાહિર મારા પપ્પા ને icu માં લઇ ગયા છે મારે.... " એનો અવાજ તૂટવા લાગ્યો જાણે હમણાં એ ભાંગી પડશે! હું સડક થઇ ગઈ. 'એને ખબર હતી કાવ્યા મને મળવા આવવાની છે.. એને ખબર હતી... તો પછી હોસ્પિટલ અને icu...?' ફરી મારું દ્વન્દ ચાલુ થઇ