રામ તારી રમતડી - પ્યાદાંની ગોઠવણી - ભાગ 2

  • 164
  • 78

પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૨ ગુલ્ફામ અંદરથી ડરેલી હતી. કહેવાય છે ને કે એક પુરુષના બદઇરાદાની ગંધ સ્ત્રીને આવતા વાર નથી લાગતી. ગુલ્ફામ સતેજ થઈ ગઈ. તેને જાણ થઈ ગઈ હતી, કે સુતનના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તેણે જાણી જોઈને રંભકને વધારે મદિરાપાન કરાવ્યું, જેથી એની હાલત નાજુક થઈ જાય. સંજોગો પણ એવા જ બન્યા જેવા સુતન બનાવવા માંગતો હતો. રંભક અર્ધભાન થઈ ગયો હતો. તેની આંખો મહાપ્રયત્ને ખુલતી હતી. સામેનું દ્રશ્ય તેના નેત્રોથી ઓઝલ થવા લાગ્યું હતું. જોકે, સુતનના વિચારોથી અજાણ રંભકને કોઈ ફેર નહોતો પડતો. તેને મન તો સુતન એક સારો મિત્ર હતો, એટલે અર્ધભાન અવસ્થામાં પણ