પૂર્ણવિરામ

  • 58

મૈત્રીની પિતરાઈ બહેનના લગ્ન આણંદના એક મોટા રિસોર્ટ માં રાખવામાં આવ્યા હતા. આખું ઘર મહેમાનોથી ઉભરાતું હતું, ઢોલ-નગારા વાગી રહ્યા હતા અને લાઈટોનો ઝગમગાટ હતો. અચાનક, વરરાજાની જાન આવી પહોંચી. જાનૈયાઓ ભારે ઉત્સાહથી નાચી રહ્યા હતા. તે જ ભીડમાં મૈત્રીની નજર વરરાજાના પરમ મિત્ર પર પડી—ઊંચો, આકર્ષક વ્યક્તિત્વ, બ્રાઉન આંખો અને શેરવાનીમાં સજ્જ એ યુવાન એટલે આરવ.લગ્નની વિધિઓ દરમિયાન, ક્યારેક કન્યાપક્ષ તરફથી મૈત્રી અને વરપક્ષ તરફથી આરવ સામાસામે આવી જતા. ક્યારેક ચોરીછૂપીથી આંખો મળી જતી, તો ક્યારેક જમવાના કાઉન્ટર પર પ્લેટ લેતી વખતે હાથ એકબીજાને અડકી જતા. લગ્નની એ બે રાતોમાં, ગરબાની રમઝટ અને હાસ્ય-મજાક વચ્ચે બંનેના મન ક્યારે એકબીજા સાથે