પ્રેમનું કાયમી સરનામું

  • 350
  • 90

અમદાવાદના ખાડિયાની એ સાંકડી ગલીઓ, જ્યાં સવારની શરૂઆત ચાની કીટલીના ખખડાટ અને નવકાર મંત્રના નાદથી થાય. એ જ જુના શહેરમાં મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી ધારા. આંખોમાં ફિલ્મી દુનિયાના રોમેન્ટિક સપના અંજાયેલા. તેને લાગતું કે પ્રેમ એટલે શાહરૂખ ખાનની જેમ હવામાં હાથ ફેલાવવા અને વરસાદમાં ભીંજાવું. પણ પરિવાર અને સંજોગો સામે ઝૂકીને, ઘરમાંથી નક્કી કરેલા અજય સાથે મધ્યમ પરિવારમાં તેના લગ્ન ધામધૂમથી થઈ ગયા.લગ્ન પહેલાં જ્યારે ભાભી અને બહેનપણીઓ કહેતી,"ધારા, લગ્ન પછી પણ પતિ જોડે પ્રેમ થાય જ હોં!" ત્યારે ધારા માનવા તૈયાર નહોતી. તેને મન અજય એક સાવ સાધારણ માણસ હતો—જે શાંત હતો, શરમાળ હતો, અને જેના માટે જીંદગી એટલે સવારે ફેક્ટરીએ