સવારે છ વાગ્યાનો સમય હતો.સવારના સોનેરી કિરણો જ્યારે સિનિયર સિટિઝન પાર્કના લીલાછમ ઘાસ પર પડતા હતાં. સિનિયર સિટિઝન પાર્કમાં મોગરાની સુગંધ હવામાં તરતી હતી. પક્ષીઓનો કલરવ અને વૃદ્ધોના હાસ્યથી આખું વાતાવરણ જીવંત લાગતું હતું.રતિલાલ હંમેશની જેમ બેંચ પર બેઠા અખબાર વાંચી રહ્યા હતા.રતિલાલ એટલે સિનિયર સિટિઝન પાર્ક ના ‘લાઈવ વાયર’. સ્વભાવે મોજીલા, રમૂજી અને આખા પાર્કમાં બધાના વડીલ-મિત્ર.અચાનક પાર્કના ગેટ પાસે હોબાળો થયો. સવારમાં પાર્કનું શાંત વાતાવરણ એકાએક ગરમાયું."મેં તો એક જ ફૂલ તોડ્યું છે! આટલું શું બોલો છો?" એક મહિલા ગુસ્સામાં બોલી."મેડમ, નિયમ એટલે નિયમ. ફૂલ તોડવાની મનાઈ છે." સિક્યુરિટી ગાર્ડે જવાબ આપ્યો.આસપાસના સિનિયર સિટિઝનો ભેગા થઈ ગયા.રતિલાલ પણ