સાયલન્ટ પ્લેયર

  • 56

અનન્યા એક હોંશિયાર મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી શેફ હતી. તેનો પતિ કબીર શહેરનો મોટો રીઅલ એસ્ટેટ ટાયકૂન હતો. કબીરને પૈસા અને પાવરનો અહંકાર હતો. છેલ્લા કેટલાક સમયથી તેનું અફેર ચાલી રહ્યું હતું, જેની ખબર તેના મિત્ર વર્તુળમાં પણ બધાને હતી.૨૧ જૂનની એ રાત્રે કબીર જ્યારે ઘરે આવ્યો, ત્યારે અનન્યા હોલના સોફા પર બેસીને કીટી પાર્ટીનું મેનેજમેન્ટ જોઈ રહી હતી.અનન્યા (હસીને): "કબીર, કાલે સાંજે મારી કીટી ગેંગની બહુ મોટી કીટી પાર્ટી છે. તારે મારી સાથે આવવાનું છે. મેં તારા નામનું પણ બુકિંગ કરાવી દીધું છે."કબીર (મોઢું બગાડીને, કટાક્ષમાં): "ઓહ પ્લીઝ અનન્યા! તારી એ નવરી બાયડીઓની કીટી પાર્ટીમાં આવીને મારો ક્લાસ ખરાબ કરવા નથી