અને બીજા દિવસથી મારી દોડધામ શરૂ થઈ ગઈ. મારે ઘરેથી સાડા છ વાગ્યે નીકળી જવું પડે જેથી મારી શાળાએ હું સાત વાગ્યા પહેલા પહોંચી શકું. ત્યાંથી નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી લગભગ પોણા નવ વાગ્યે નીકળી જ્યાં ટ્યુશન કરાવતી ત્યાં જતી અને એ પતાવીને પછી કોલેજ જતી. કોલેજનો સમય સાડા દસથી પાંચ વાગ્યા સુધીનો હતો. હું સવારથી જ ટિફિન લઈ નીકળી જતી. કોલેજમાં બપોરે રિસેષના સમયમાં ખાઈ લેતી. પછી પાંચ વાગ્યે છૂટીને બજારમાંથી કંઈ લેવાનું હોય એ લઈને ઘરે પહોંચી જતી. ઘરે પણ તો સાંજે ટ્યુશન ચાલુ હતું. અને એ પતાવતા મને સાડા આઠ થઈ જતા. પછી ખાઈને પરવારીને