સાંજ ના સમય ની મારી ચા નો કપ લઈને હું રોજ ના નિયમ પ્રમાણે બેકયાર્ડ માં રાખેલ હીંચકા ઉપર આવી ને બેઠી . ઝરમર ઝરમર વરસી ગયેલી વાદળીઓ એ વાતાવરણ ને ખુશનુમા બનાવી દીધું હતું . માટી ની ભીની ભીની સુગંધે મારા મન ને તરબતર કરી દીધું . પૂર બહાર માં ખીલી ઉઠેલા સંધ્યા ના રંગો એ પોતાનું સામ્રાજ્ય જમાવવા માંડ્યું હતું . આકાશ