વિસરાયેલા વ્યવસાયોઆજની પેઢીને ખ્યાલ નહીં હોય એવા કેટલાક વ્યવસાયો/ પ્રવૃતિઓ જૂનાગઢ સાથે સંકળાયેલ હતી જે પૈકી ની કેટલીક યાદો તાજી થઈ.૧. કલાઈ :- જે જમાનામાં સ્ટેઈન લેસ સ્ટીલનું અસ્તિત્વ નહોતું ત્યારે જુનવાણી ઘરોમાં પિત્તળના વાસણો જ વપરાતા. લાંબા ગાળાના વપરાશ પછી અંદરથી કાળા પડી જતા વાસણોને ક્લાઈ કરવાનો વ્યવસાય અસ્તિત્વમાં હતો.નવસારના પાવડરને ગરમ વાસણ અંદર છાંટી ક્લાઈ ની સિલ્વર પટ્ટી અંદર ફેરવી, વાસણને પાણીમાં ધોઈને બહાર કાઢતા ચાંદી જેવા ચમકતા થઈ જતા. શહેરના લત્તે લત્તે આવા કલાઈ ઉદ્યોગના કારીગરો લારી લઈને નીકળતા.૨. ગુલાબ ગંડેરી : શેરડીના સાંઠા ને છોલી એક સરખા ગોળ ટુકડા બરફ પરવ્યવસ્થિત લારીમાં ગોઠવી શેરીએ શેરીએ "ગુલાબ