વિરાજ પેલેસ - પ્રકરણ 6

70 થી પણ વધુ વય વટાવી ગયેલા આઘેડ શામજીભાઈએ આંખો બંધ કરી, જાણે એ 1852ની એ કાળી રાતને પોતાની નજર સામે જોઈ રહ્યા હોય. એમને ધ્રૂજતા અવાજે વાત આગળ વધાર્યું:​"બેનબા , આ વિરાજ મહેલ અને આનંદપુરની ગાદી પાછળ બહુ મોટો લોહીયાળ ઈતિહાસ છે. આ આનંદપુર મૂળ તો જહાંનઅલી ખાનના વડીલોએ રાજપૂતો પાસેથી છળ-કપટથી જીતેલું હતું. પોતાની હારેલી માતૃભૂમિને પાછી મેળવવા માટે રાજપૂતો અંદર જ અંદર સળગી રહ્યા હતા. બરાબર ૩૫ વર્ષ બાદ, રાજપૂતોએ આસપાસના રાજ્યોને ભેગા કરી એક અતિ શક્તિશાળી અને વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને આનંદપુર પર ચઢાઈ કરી દીધી!​એ રાત્રે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા હતા, ધોધમાર વરસાદ