તીનપત્તી એક્સપ્રેસ

  • 232
  • 66

શ્રાવણ મહિનો શરૂ થતાં જ ક્રાઈમ બ્રાન્ચના જાંબાઝ પી.આઈ. ચૌધરી સાહેબના ફોનની રિંગ સતત રણકી રહી હતી. બાતમીદારોએ અફવા ફેલાવી હતી કે આ વખતે શહેરમાં ઇતિહાસનો સૌથી મોટો જુગાર રમાવાનો છે, જેમાં કરોડો રૂપિયાની હાર-જીત થવાની છે.ચૌધરી સાહેબે વિલંબ કર્યા વગર પોતાની આખી ટીમને કામે લગાડી દીધી. સતત ત્રણ દિવસ અને ત્રણ રાત પોલીસે શહેરનો ખૂણે-ખૂણો ફંફોસી માર્યો: શહેરના હાઈ-પ્રોફાઈલ ખાનગી બંગલાઓ પર મોડી રાત્રે વોચ ગોઠવી. હાઈવે પર આવેલા આલીશાન ફાર્મ હાઉસ અને વીકેન્ડ રિઝોર્ટ પર અચાનક દરોડા પાડ્યા. જીઆઈડીસીની બંધ પડેલી શંકાસ્પદ ફેક્ટરીઓ, લક્ઝુરિયસ હોટેલો, ક્લબ હાઉસ અને અરે... શંકા જતા કેટલાય ફેમસ સ્પા પણ ચેક કરી નાખ્યા!પરંતુ પરિણામ? શૂન્ય! ન