સાયબર અટેચી

  • 198
  • 52

બેંગકોકના એક અજ્ઞાત અને અંધારા બેઝમેન્ટમાં માત્ર ડઝનબંધ કમ્પ્યુટર સ્ક્રીન્સનો વાદળી પ્રકાશ ફેલાયેલો હતો. સ્ક્રીન પર લીલા રંગના કોડ્સ અત્યંત ઝડપથી બદલાઈ રહ્યા હતા. રૂમના ખૂણામાં એક માણસ ખુરશી પર લોહીલુહાણ હાલતમાં બાંધેલો હતો. તેની સામે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ માઇકલ વોન તેના મોંઘા બ્લેક શૂટમાં સજ્જ થઈને ઊભો હતો. માઇક્રેલના હાથમાં એક કાળા રંગની ચળકતી સ્માર્ટ અટેચી હતી.માઇકલે ખુરશી પર બંધાયેલા માણસના વાળ પાછળ ખેંચ્યા અને બિલકુલ શાંત પણ ઘાતક અવાજે બોલ્યો, "તને શું લાગ્યું હતું રોબર્ટ? તું ફેડરલ બેંક ઓફ ઇન્ડિયાની સિક્યોરિટી તોડીને આ 'કોલ્ડ વોલેટ હાર્ડવેર' મારી નજરથી છુપાવી શકીશ? આ નાનકડી ચીપમાં સાડા ચાર હજાર કરોડ રૂપિયાનું