આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.જગાભાઈ દેખાવે પાછા એવા ખોટા નહોતા. ઊંચો પૂરો કદ, માથે ઘાટીલા વાળ અને મૂછોનો વળ. પણ ભગવાને એમને સ્વભાવમાં એક એવી અદભુત આળસ અને જીદ આપી હતી કે એમની આદતો આખા પંથકમાં ફેમસ હતી. જગાભાઈ સવારે અગિયાર વાગ્યા પહેલાં પથારીમાંથી હેઠા ઉતરે તો સૂરજ પૂર્વની