વિરાજ પેલેસ - પ્રકરણ 7

  • 244
  • 80

શામજીભાઈની આ વાત સાંભળતા જ મારા મગજમાં બધી કડીઓ જોડાવા લાગી. ભૂતકાળમાં જે લોહી વહ્યું હતું, કપટી રાણીઓનો જે કફોડો અંત આવ્યો હતો અને સુહાના બેગમની જે તડપ હતી—એ બધું જ ક્યાંક ને ક્યાંક આ મહેલની જમીનમાં અને દીવાલોમાં દફન હતું. અને અત્યારે એ બધી નકારાત્મક ઉર્જા તન્વીને પોતાના સિકંજામાં લઈ રહી હતી.​મારા દિલના ધબકારા વધી ગયા હતા. મેં શંભુ કાકા સામે જોયું અને અમે એકપણ ક્ષણ બગાડ્યા વગર ઝડપભેર ઓફિસ તરફ ભાગ્યા.​અમે જેવા ઓફિસના એ અવાવરું રૂમ પાસે પહોંચ્યા, અમારા પગ ત્યાં જ થંભી ગયા. અંદરથી તન્વીનો અવાજ આવી રહ્યો હતો. એ કોઈની સાથે ખૂબ જ ગંભીર અને અજીબ,