"હેલ્લો.. હેલ્લો.." નવનીત કહે છે."શું થયું? હું એમ.એલ.એ. જ વાત કરું છું." સામે થી અવાજ આવે છે."ઓ કે સર." નવનીત હામી ભરી દે છે.પહેલા જ દિવસે મહેચ્છા નવનીત ને વેલકમ પાર્ટી આપવાની હતી. તે સાંજે સર્કીટ હાઉસમાં પહોંચી રૂમમાં નાની એવી કેક અને બીજી બધી વ્યવસ્થા કરી રાખે છે. થોડીવાર પછી જ સાત વાગ્યે નવનીત ફોન કરે છે."મહેચ્છા ક્યાં છે ?" " બસ હું હમણાં જ આવી છું.તુ ક્યારે આવીશ?" મહેચ્છા પુછે છે." મને આવતા આજે મોડી રાત થઈ જશે. હું હમણાં તો એમ.એલ.એ સર ને મળવા જાઉં છું. તું જમી લેજે. મારે અંહી જ ડીનર લેવાનું છે." નવનીત કહે છે."પણ