સરકારી પ્રેમ - ભાગ 46

  • 100

"પણ‌ હું આ બધી ગિફ્ટ નું શું કરીશ?" નવનીત કહે છે."મેડમ માટે લઈ જાવ ને." પ્રીતમ સિંહ કહે છે."ઠીક છે. મહેચ્છા પણ ખુબ ખુશ થશે." નવનીત વિચાર કરે છે."સર આ તો શરૂઆત છે. તમારી પહેલા જે અધિકારી હતા એમણે તો શું શું નથી કર્યું?" પ્રીતમ સિંહ કહે છે."એટલે?" નવનીત પુછે છે."સર બધું જ." પ્રીતમ સિંહ કહે છે."પણ હા તમારી સાવચેતી જરૂર રાખજો. " એ ઉમેરે છે.થોડીવાર પછી જ રાત્રે લગભગ અગ્યાર વાગ્યે જીપ મહેચ્છા ના નવા બંગલામાં પહોંચી જાય છે. આજે મહેચ્છા ઊંઘમાં હતી. નવનીત દરવાજો ખખડાવે છે તો નોકર ખોલે છે. નવનીત તો આવડો મોટો સરકારી બંગલો જોઈને ખુશ