કુંવારો જેઠ - ભાગ 3

  • 210
  • 82

જગાભાઈને ભણાવવાના પાઠનું આયોજન ગીતા અને કવિતાએ બપોરે જ ચોકમાં બેસીને પાકું કરી લીધું હતું. પુરુષો ગમે તેટલા હોશિયાર હોય, પણ જ્યારે ઘરની બે વહુઓ 'સંયુક્ત મોરચો' બનાવે, ત્યારે મોટા-મોટા યુદ્ધના મેદાનો પણ નાના પડી જાય!જગાભાઈની સૌથી મોટી બે નબળાઈઓ હતી: એક– એમનો કડક ૧૩૫ તંબાકુ વાળો માવો (જે દિવસમાં એ દસ વાર ઘસતા), અને બીજું– સવારની અગિયાર વાગ્યા સુધીની કુંભકર્ણ કોપીરાઇટ છાપ ઊંઘ. વહુઓએ નક્કી કર્યું કે આ બેય પર સીધો સર્જિકલ સ્ટ્રાઈક કરવો.સાંજે પાંચ વાગ્યે જગાભાઈ ચોરેથી રાજકારણની મોટી ચર્ચાઓ પતાવીને ડેલામાં આવ્યા. એમનો નિયમ હતો કે ઘરે આવીને ખાટલે બેસીને પહેલો અવાજ પાડે, "એય વહુઓ, જરા કડક