ભાગ 1 — ફેંસલો સુરત ફેમિલી કોર્ટના ગલિયારામાં સવારના દસ વાગ્યાનો તડકો બારીઓમાંથી ત્રાંસો પડતો હતો અને એ તડકામાં ધૂળના ઝીણા કણો હવામાં તરતા દેખાતા હતા જાણે સમય પણ થોડી ક્ષણો માટે થંભી ગયો હોય. કુણાલ દરવાજા પાસે ટેકો દઈને ઊભો હતો, હાથ ખિસ્સામાં વ્યવસ્થિત ઈસ્ત્રી કરેલા કપડાં અને ચમકતી ઘડિયાળ સાથે એવો દેખાવ જે પહેલી નજરે વિશ્વાસપાત્ર લાગે. ચહેરા પર એક ઠંડી સંતોષભરી શાંતિ. એના હોઠના ખૂણે એક ઝીણું લગભગ ન દેખાય એવું સ્મિત રમતું હતું એવું સ્મિત જે કોઈ દુઃખની ઘડીમાં ના હોવું જોઈએ, અને જે ક્યારેય એની આંખો સુધી પહોંચતું નહોતું. પણ ત્યાં હાજર ચાલીસેક લોકોમાંથી કોઈએ એ