હઠીસિહનો હકલો

  • 654
  • 168

               હઠીસિંહ દરબાર ટેરી ગામના મુખી. ભલા અને દયાળુ સરપંચ માણસ. ગામમાં ક્યાય કોઈ પણ કામ હોય મુખી કાકા હજાર થઈ જાય. સારા માઠા પ્રસંગમાં હઠીસિંહ પોતેજ આગળ પડીને જ્વાબદારી નિભાવી લે. વીસ વર્ષથી તેઓ અહી સરપંચ છે. ગામને નંદનવન બનાવી દીધું છે. બધી રીતે સુખી હઠીસિંહને એકજ વાતનું દુખ હતું. અને તે તેમને અંદરો અંદર કોરી ખાતું હતું. તે હતું તેમનો એકનો એક દીકરો હકલો. બે દીકરીઓ ઉપર તેમને દીકરો આવેલો. તેમની ખુશીઓનો કોઈ પાર નહતો, પરંતુ તેમની ખુશી થોડા દિવસમાં ગમમાં ફેરવાઇ ગઈ. હકલાનો શારીરિક વિકાસ યોગ્ય રીતે નહતો થતો. તે બોલી