એવરેસ્ટ પ્રદક્ષિણાહું એવરેસ્ટ આરોહણ કરી શકું એમ નથી. એ ઘણી તૈયારી, કુશળતા અને હિંમત માગી લે. એમાં ખાસ સત્તાવાળાઓની મંજરી પણ લેવી પડે. છતાં દુનિયાભર માંથી દરેક ઉંમરના લોકો એવરેસ્ટ આરોહણ અત્યંત જોખમી હોવા છતાં સફળતાપૂર્વક કરે છે જ.મારા પુત્રે એવરેસ્ટ જોવા તે નેપાળ યાત્રાએ હતો ત્યારે નક્કી કર્યું. તપાસ કરતાં બે એરલાઇન્સ મળી જે એવરેસ્ટ ફરતે ફેરવે છે. યેતિ અને તારા. એ પણ ફૂલ જાય છે.પુત્રે યેતિ એરલાઇન્સમાં બુક કરાવ્યું. સદભાગ્યે એવરેસ્ટ બારીમાંથી દેખાય તેવી જમણી બાજુની વિંડો સીટ મળી.બેય એરલાઈન્સ લગભગ એક જ સમયે, સવારે પાંચ વાગે કાઠમંડુ એરપોર્ટ પરથી ઉપડે છે. નાનું પ્લેન હતું, ખૂબ જૂનું. છતાં